મહુવા: મહુવા રાજાણી નગરમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી
ભાવનગર જિલ્લાના મહુવા શહેરના રાજાણી નગર વિસ્તારમાં આજે અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગતાં જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં મહુવા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ફાયર ટીમની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સદનસીબે આ ઘટનામાં કો