લીંબડી ચુડા સાયલા વિધાનસભા ના ધારાસભ્ય કિરિટસિંહ રાણા એ 17 ડિસેમ્બર સવારે 11 કલાકે લીંબડી હાઇવે પર આવેલા માર્કેટયાર્ડ ની મુલાકાત લીધી હતી અને કપાસ ની હરરાજી નુ નિરિક્ષણ કર્યું હતું. જેમાં ખેડૂતો ના કપાસ ના રૂ 1400 થી 1538 ભાવો બોલી બોલાવવા માં આવી હતી. ખેડૂતો ની માગણી ને ધ્યાને લઈ આગામી સમયમાં માર્કેટયાર્ડમાં વધુ કેપેસિટી ધરાવતો વેબ્રિજ અને ખેડુતો ને બેસવા આરામ કરવા માટે વિશાળ સૅડ ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે