ચુડા: ચુડા તાલુકા ના છેવાડાના અંતરિયાળ ગામડાઓ ખેતરોમાં નર્મદા ની પાઇપ લાઇનો નુ અધુરા કામ વહેલી તકે પુરા કરવા સરકાર મા રજૂઆત
લીંબડી તાલુકા આમ આદમી પાર્ટી ના નેતા પ્રવિણભાઈ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચુડા તાલુકા છેવાડાના અંતરિયાળ ગામડાઓમાં ખેતરોમાં ઘણા સમયથી નર્મદા ના પાણી ની પાઇપ લાઇનો ના ખડકલાઓ પડ્યા છે. જે કામ અધુરા છે એ પુર્ણ થાય તો ખેડૂતો ને સિંચાઈ ના પાણી મળે અને ખેડૂતો ખેતરોમાં વર્ષ માં 3 પાક લઇ શકે એ માટે રાજ્ય સરકાર મા રજૂઆત કરાઇ છે.