જામનગર શહેર: જિલ્લામાં ૧૫,૧૬ નવેમ્બર તેમજ ૨૨,૨૩ નવેમ્બરના રોજ મતદારયાદી ખાસ સધન સુધારણા કાર્યક્રમ હેઠળ વિશેષ કેમ્પનું આયોજન
જામનગર જિલ્લામાં તા.૧૫ અને ૧૬ નવેમ્બર તેમજ તા.૨૨-૨૩ નવેમ્બરના રોજ મતદારયાદી ખાસ સધન સુધારણા કાર્યક્રમ હેઠળ વિશેષ કેમ્પનું આયોજન, મતદાન મથકો ખાતે આયોજિત આ કેમ્પમાં બીએલઓ લોકોને વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં નામ શોધવામાં તેમજ ફોર્મ ભરવામાં મદદરૂપ થશે. સવારે ૯:૦૦ થી ૧:૦૦ વાગ્યા દરમિયાન આયોજિત કેમ્પનો મહત્તમ લોકોએ લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરની અપીલ.