જામનગર શહેર: પાનવાડા PHC સેન્ટર ખાતે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આયુષ્માન કાર્ડ કેમ્પ સહિતનું આયોજન
જામનગર શહેરમાં આવેલ પાનવાડા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહા મમતા દિવસની ઉજવણીના ભાગરૂપે સગર્ભાઓનું TD રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતગર્ત લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ કાઢી આપવાના કેમ્પનું આયોજન તથા ટીબી રોગ અંગે જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો બહોળા પ્રમાણમાં લાભાર્થી મહિલાઓ અને બાળકો લાભ લઇ રહ્યા છે.