રાણપુર: રાણપુર શહેરમાં સબ સેન્ટર-1 ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો,156 લાભાર્થીઓએ મેડીકલ ચેકઅપ કરાવ્યુ
Ranpur, Botad | Sep 23, 2025 બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાગનેશ હેઠળ આવતા રાણપુર સબ સેન્ટર-1 ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મેડીકલ કેમ્પનો પ્રારંભમાં મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.આ કેમ્પમાં 156 લાભાર્થી દર્દીઓએ પોતાના આરોગ્યની તપાસ કરાવી હતી.જેમાં બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા ખાસ હાજર રહ્યા હતા તેઓએ પોતાનું મેડિકલ ચેકઅપ કરાવ્યુ હતુ.