અમદાવાદ શહેર: અમદાવાદમાં રોગચાળો વકર્યો: બેવડી ઋતુને કારણે વાયરલ, મચ્છર અને પાણીજન્ય રોગોમાં વધારો
શહેરમાં વરસાદના વિરામ થયા બાદ હવે રોગચાળો વધી રહ્યો છે. શહેરમાં વાયરલના દર્દીઓઓની સંખ્યા ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં વધી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં દરરોજ આશરે 18 હજારની ઓપીડી નોંધાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.