સુરેન્દ્રનગર જિલ્લાની મહિલાઓને આર્થિક રીતે સક્ષમ અને સ્વાવલંબી બનાવવા હેતુ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, સુરેન્દ્રનગર અને જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે એમ.પી. શાહ કોમર્સ કોલેજ ખાતે 'મહિલા સ્વરોજગાર મેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળામાં 250 થી વધુ મહિલા ઉમેદવારે ભાગ લીધો હતો