પુણા: ડીંડોલીમાં મકાનના ધાબા પર જુગાર રમતા આઠ જુગારીઓની પોલીસે કરી અટકાયત,રોકડ રકમ સહિતની મત્તા જપ્ત
Puna, Surat | Oct 21, 2025 ડીંડોલી પોલીસે ગાયત્રી નગર સોસાયટીના એક મકાનના ધાબા પર છાપો માર્યો હતો. મંગળવારના રોજ છાપો મારી ધાબા પર જુગાર રમતા આઠ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જે જુગારીઓ પાસેથી રોકડ રકમ સહિત બાર હજારથી વધુની મત્તા નો મુદ્દામાલ ડીંડોલી પોલીસે કબજે કર્યો હતો.જે તમામ જુગારીઓ સામે જુગાર ધારાની કલમ કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.