કવાંટ: કવાંટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” નો કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્યનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. કવાંટ ખાતે પંચાયત ઓફિસ, ગામની શેરીઓ તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આજથી “સ્વચ્છોત્સવ 2025” તથા “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. આ અવસરે દર્દીઓને કીટ વિતરણ, બાળકોને ચોકલેટ વહેંચી હતી.