વિજાપુર: વિજાપુર મેદરપુરા ના ઇસમે મંગાવેલ પાર્શલ નહીં આપી ગાળો બોલી ભીભત્સ વર્તન કરતા ડિલિવરી બોય સામે ફરીયાદ નોંધાઈ
વિજાપુર મેદરાપુરા ગામના દિલીપજી ઠાકોર ની દીકરીએ ફિલિપ કાર્ડ ઉપર ઓનલાઈન ડુપટ્ટો રૂ 166 ની કિંમત નો મંગાવ્યો હતો.જેની ડિલિવરી ઘર ના સરનામે આપવાનું હોવા છતાં પાર્શલ ની ડિલિવરી નહીં કરી તકરાર કરી ગાળો બોલતા દિલીપજી ઠાકોરે ડિલિવરી નહીં કરનાર ઈસમ સામે ફરીયાદ નોંધાવી છે પોલીસે આજરોજ બુધવારે સાંજે 4 કલાકે ડિલિવરી બોય સામે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.