હિંમતનગર: આર્મી જવાનના મુદ્દે હિંમતનગર ઉમટી પડવા કરણી સેનાએ કરેલી હાકલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો, કોઈ આવ્યું નહીં
મોતીપુરા વિસ્તારમાં આર્મી જવાનને પોલીસ કર્મીઓએ માર માર્યાના પ્રકરણમાં કરણી સેનાના રાજ શેખાવતે આર્મી જવાનને ન્યાય અપાવવા માટે હિંમતનગર ખાતે આજે ઊંઘી પડવા માટેની હાલ કરી હતી. જોકે સવારે ગાંધીનગરથી જ કરણી સેનાના રાશિખાવતની અટકાત થઈ ગયા બાદ હિંમતનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો જો કે કોઈ પણ વ્યક્તિ હિંમતનગર ખાતે આવ્યું ન હતો. માત્ર આર્મી જવાનના પરિવારજનો જિલ્લા પોલીસવાળાની કચેરી ખાતે પહોંચ્યા હતા