ભુજ તાલુકાના લોડાઈ ગામ પાસે કાસમતી ડેમ નજીક એક કરુણ અકસ્માત સર્જાયો હતો. જેમાં લોડાઈ ગામના ૨૦ વર્ષીય યુવાન આશિષ ધનજીભાઈ ચાડ઼ પોતાની બાઈક લઈને જઈ રહ્યો હતો, ત્યારે પાછળથી આવતા ટ્રકના ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી આશિષને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ શનિવારે સાંજે પોણા પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો.