ભીડ ભંજન વિસ્તારમાં ટ્રાવેલ્સ ના પાર્સલમાં આવેલ ગાંજાનો જથ્થો ઝડપાયો
Bhavnagar City, Bhavnagar | Sep 16, 2025
ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશન દ્વારા પ્રાપ્ત બાતમીના આધારે પોલીસે રેડ કરીને પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમ્યાન મુંબઈથી ડોગ માટે લાવવામાં આવેલ પાર્સલમાંથી ડોગના બિસ્કીટ સાથે ગાંજો રાખવામાં આવેલ જે ગાંજાના જથ્થા સાથે રોકડા રૂપિયા તથા મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹2.80 લાખનો મુદ્દામાલ, જેમાં 475 ગ્રામ ગાંજો, ₹1.50 લાખ રોકડા, મોબાઇલ ફોન-5 તથા અન્ય સામાન કબજે કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાયો છ