મહેસાણા જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્તમ તકો મળી રહે તે ઉદ્દેશથી એક વિશાળ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મહેસાણા અને સાકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.