કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કુખ્યાત ગેંગના શાર્પ શૂટરો સાથેના ફોટો અને વીડિયો વાયરલ થતાં વિવાદમાં સપડાયા છે. કિસાન મહા પંચાયતમાં સ્ટેજ પર શાર્પ શૂટરની હાજરી અને પૂર્વ કચ્છ 'આપ' પ્રમુખ ડો. કાયનાત અન્સારી આરોપીને કેક ખવડાવતા હોવાના ફોટોથી ચકચાર મચી છે. જોકે, પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડોક્ટર કાયનાત અન્સારી આથાએ આજરોજ ગાંધીધામ ખાતેથી આ વાતની સ્પષ્ટતા કરી છે.