અંજારના વરસામેડી વિસ્તારમાં આવેલી બાગેશ્રી-ત્રણ સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ફરિયાદી રૂપાબેન ચૌધરી માતાના અવસાનને કારણે કર્ણાટક ગયા હતા, તે દરમિયાન તા.02/11 થી 14/11 દરમિયાન આ ચોરી થઈ હતી. તસ્કરો ગેટ કૂદીને મુખ્ય દરવાજાના તાળાં તોડી ઘરમાં ઘૂસ્યા હતા. કબાટમાંથી રોકડ ₹5,000, સોનાના અને ચાંદીના દાગીના, બે મોબાઈલ તેમજ 50 સાડીઓ સહિત કુલ ₹ 1,09,500ની મતાની તફડંચી કરી હતી.