ખેડબ્રહ્મા: શહેરની પૌરાણિક વાવ ખાતે દિવાળીની પૂર્વ સંધ્યાએ દિપોત્સવ યોજાયો
આજે રાત્રે 8 વાગ્યા ની આસપાસ ખેડબ્રહ્મા શહેરના નગરપાલિકા વિસ્તારમાં આવેલી ઐતિહાસિક વાવ ખાતે દિવાળીની પૂર્વ સંધ્યાએ નગરપાલિકા અને અતુલ્ય વારસો ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે દીપોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ દીપોત્સવ પ્રસંગે મહા આરતી પણ કરવામાં આવી હતી.