તિલકવાડા: ભરૂચ લોકસભા સંસદ મનસુખભાઈ વસાવાએ તિલકવાડા એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલના વિદ્યાર્થીઓની મુલાકાત લીધી
ભરૂચ લોકસભા સંસદ મનસુખભાઈ વસાવા પોતાના કાફલા સાથે તિલકવાડા એકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળી તાત્કાલિક ધોરણે સમસ્યાઓનો નિકાલ કરવાની અને સરકારમાં પણ આ બાબતે રજૂઆત કરવા માટે ખાતરી આપી હતી અને દરેક બાળક ધ્યાનથી શિક્ષા પ્રાપ્ત કરે અને જીવનમાં પ્રગતિના પથ પર આગળ વધે તેવી આશા વ્યક્ત કરી હતી.