લાખણી: સરસ્વતી વિદ્યાલય લાખણી ખાતે એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત T3 (Test – Treat – Talk) એનિમિયા કેમ્પ યોજાયો
સ્વસ્થ નારી – સશક્ત પરિવાર ના નારા સાથે આજ રોજ સરસ્વતી વિદ્યાલય, લાખણી ખાતે એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત T3 (Test – Treat – Talk) એનિમિયા કેમ્પનું આયોજન તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો. આર. આર. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું જેમાં બાળકોનું હિમોગ્લોબિન પરીક્ષણ જરૂરી આરોગ્ય તપાસણી તાત્કાલિક સારવાર આરોગ્ય શિક્ષણ (ખાસ કરીને આર.કે.એસ.કે અંતર્ગત) તેંમજ આ કેમ્પમાં બાળકોને આરોગ્ય જાગૃતિ સાથે એનિમિયા મુક્ત ભવિષ્ય તરફ માહિતી આપવામાં આવી હતી