બાવળા ખાતે ગૌરવ પથ ઉપર બાવળા નગરપાલિકા કચેરી પાસે જ ઉભરાતી ગટરોના કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. આજરોજ તા. 08/12/2025, સોમવારે બપોરે ત્રણ વાગે બાવળા નગરપાલિકા પાસેના વિસ્તારની મુલાકાત લેતા આ રોડ પર ગટરના ગંદા પાણી વહેતા નજરે પડ્યા હતા. આ ઉભરાતી ગટરની સમસ્યા હલ કરવા લોક માંગ ઉઠી છે.