રાજકોટ પૂર્વ: રાજકોટ પશ્ચિમ: ખોડીયાર નગર શેરી નંબર એકમાં અજાણ્યા શખ્સ દ્વારા કોંગ્રેસ આગેવાનની ગાડી સળગાવવાના સીસીટીવી સામે આવ્યા, પોલીસ તપાસ શરૂ
આજે વહેલી સવારે 5:00 વાગ્યાની આસપાસ ખોડીયાર નગર શેરી નંબર એકમાં કોંગ્રેસ આગેવાન મીઠાભાઈ જોગરાણાની પાર્ક કરેલ કારમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા જ્વલનશીલ પદાર્થ છાંટી તેને સળગાવી નાખવાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસ સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.