વેજલપુર: બિહારના હત્યા કેસમાં ફરાર આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
બિહારના હત્યા કેસમાં ફરાર આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રવિવારે 4 કલાકની આસપાસ ઝડપી પાડ્યો.. બિહારના મોતીહારી જિલ્લામાં બિરેયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. ખોરવા ગામથી મઠિયા જતા રોડ પર બે અજાણ્યા ઇસમોએ મોટરસાયકલ પર સવાર અમોદકુમાર નામના વ્યક્તિ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને તેની હત્યા કરી હતી.