નડિયાદ: વાલ્લાના આધેડ અંબાજી ચાલતા સંઘમાં ગયા બાદ લાપતા થયા, પોલીસે તપાસ હાથ ધરી
નડિયાદના વાલ્લા ખાતે રહેતાં આધેડ અંબાજી ભાદરવી પૂનમ નિમિત્તે સંઘમાં અંબાજી ગયા હતા. જોકે, બાદમાં તેઓ ગુમ થઇ જતાં હાલમાં વાલ્લા સ્થિત પરિવાર ચિંતામાં મૂકાયો છે. છેલ્લે 31 ઓગસ્ટના રોજ ખેડબ્રહ્માથી પિતા સાથે વાત થયા બાદ તેમની ભાળ ન મળતાં હાલમાં આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે.