દસાડા: પીપળી-અખિયાણા ગામને જોડતો રોડ બન્યો બિસ્માર : ઠેર ઠેર ખાડાઓના કારણે વાહન ચાલકોને હાલાકી
પીપળી અને અખિયાણા ગામને જોડતો રોડ બિસ્માર અને અતિ દયનિય હાલત બનતા સ્થાનિકો અને વાહન ચાલકોની સ્થિતિ કફોડી બનવા પામી છે ત્યારે પીપળી ગામથી શરૂ થઈને ગામ પાસે આવેલ પાણીના સંપ સુધી તો સીસી રોડનું નિર્માણ થયું પરંતુ ત્યાંથી અખિયાણા સુધીનો ડામર રોડ જગ્યા જગ્યાએથી ખાડા પડવાના કારણે બિસ્માર બન્યો છે વધુમાં પીપળી ખાતે રામદેવપીર મંદિર આવેલું હોવાથી અહીં દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓના વાહનોની પણ અવર જવર રહેતી હોય છે.