રાપર: રાપર તાલુકા અનુ.જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી દ્વારા જમીનમાં થયેલ નુકશાની સંદર્ભે વિવિધ માંગને લઈને આવેદનપત્ર અપાયું
Rapar, Kutch | Sep 15, 2025 રાપર તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સરહકારી મંડળી લિમિટેડ દ્વારા રાપર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ જેમાં મંડળી ના સભાસદો એ જણાવેલ કે હાલમાં રાપર તાલુકામાં આવેલ કુદરતી આફતમાં રાપર તાલુકાની મંડળીની તાલુકાના 32 ગામોની જમીનોમાં પાક નુકસાની થયેલ છે,સાથે બંધપાળા તૂટી ગયેલ છે અને મોટે પાયે જમીનોનું ધોવાણ થયેલ છે