વઢવાણ: સી.યુ.શાહ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો ગીતા મહોત્સવ યોજાયો
સુરેન્દ્રનગર ની સી.યુ.શાહ સ્કૂલ ખાતે જીલ્લા કક્ષાનો ગીતા મહોત્સવ યોજાયો હતો. જેમાં શ્રીમદ ભગવત ગીતા નો સંદેશ ઘર ઘાટ સુધી પહોચે તેમજ ખાસ કરીને યુવાધન ને ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાવાના ઉમદા ઉદેશ સાથે આ ગીતા મહોત્સવ યોજાયો હત.જેમાં સંસ્કૃતના મંત્રો, સંસ્કૃત ગીત, ગીતા પાઠ તેમજ પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.