ગોધરા: વડોદરાના સાવલીના યુવકની છગનપુર બ્રિજ પાસે બાઇક સ્લીપ થતાં ગંભીર ઇજા, વધુ સારવાર માટે વડોદરા ખસેડાયો.
વડોદરાના સાવલીમાં રહેતા પરેશભાઈ જગદીશભાઈ પટેલ ગોધરા નજીકથી પોતાના બાઇક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પરેશભાઈ પટેલ જ્યારે છગનપુર બ્રિજ નજીક પહોંચ્યા, ત્યારે અચાનક તેમની બાઇક સ્લીપ થઈ ગઈ હતી. બાઇક સ્લીપ થવાના કારણે પરેશભાઈ રોડ પર પટકાયા હતા, જેને કારણે તેમના મોઢાના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતા આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત પરેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ હોવાથી, તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે.