પાનવડી વિસ્તરમાં એક અજાણ્યો યુવાન ચાલુ વીજળીના વીજપોલ પર ચડી ગયો હતો, જેને કારણે આસપાસના લોકોમાં ખૂબ જ ભયનો માહોલ છવાઈ ગયો હતો.લોકોએ બૂમાબૂમ કરતા યુવાન વીજપોલ પરથી નીચે ઉતરી ગયો હતો, જો કે જાણવા મળ્યું નથી કે આ યુવાને શા માટે આવું જોખમી પગલું ભર્યું હતું.બનાવના પગલે આસપાસ લોકોના ટોળેટોળાં એકઠાં થયાં હતાં. જે આખી ઘટનાનો ઘટનાનો વિડીયો કોઈએ પોતાના મોબાઈલ કેમેરામાં ઉતારી લીધો હતો, જે સોશ્યિલ મીડિયામાં પણ વાયરલ થયો છે.