રાણપુર: રાણપુર શહેરમાં કાળા ડીબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો વાતાવરણમાં ઠંડક પ્રસરી
Ranpur, Botad | Sep 20, 2025 બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો.હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી રહી છે ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આજરોજ કાળા ડીબાંગ વાદળો સાથે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.ધોધમાર વરસાદ થતાં જ રાણપુર શહેરરની મુખ્ય બજારોમાં વરસાદી પાણી ફરીવળ્યા હતા છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં ગરમીનો અનુભવ લોકોને થતો હતો.વરસાદી માહોલ ઊભો થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે..