MLA મુકેશ પટેલ જણાવ્યું હતુ કે ભારતની મહાન સાંસ્કૃતિક મહિમા અને રાષ્ટ્રીય એકતાને સમર્પિત ભારત માતાનું મંદિર બનાવવાના પવિત્ર સંકલ્પને આગળ ધપાવવા ભારતીય જનતા પાર્ટી, ઓલપાડ તાલુકા દ્વારા " ભારત માતાનું મંદિર “ ઓલપાડ ખાતે નિમાર્ણ થવા જઈ રહયું છે. જેના અનુસંધાને પાર્ટી પદાધિકારીઓ, હોદ્દેદારો તેમજ કાર્યકરો સાથે કાર્યક્રમ ના સુચારુ આયોજન સંદર્ભે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.આ મંદિર માત્ર ઉપાસના સ્થાન નહીં, પરંતુ રાષ્ટ્રપ્રેમ,સંસ્કૃતિ અને ઓળખનું પવિત્ર પ્રતિક.