બારડોલી: શ્રી સાંઈ મંદિર, ધામદોડ ચોકડીનો 16 મો પાટો ઉત્સવ વર્ષગાંઠ, ભક્તિભાવ પૂર્વક વિવિધ સેવાકીય કાર્યો દ્વારા ઉજવવામાં આવી
શ્રી સાંઈ મંદિર, ધામદોડ ચોકડીનો 16 મો પાટો ઉત્સવ વર્ષગાંઠ નિમિત્તે ભાગવતાચાર્ય શ્રી પ્રકાશ દાદા વ્યાસના માર્ગદર્શન હેઠળ આજે ગુરુવારે સવારથી ધાર્મિક પૂજા અર્ચના વિધિ કરવામાં આવી હતી જેમાં સવારે 8:15 - કેસર પંચામૃત અભિષેક, ધ્વજા પૂજન - શૃંગાર આરતી, શિવ શક્તિ હવન યાગ, બપોરે 108 દીવા મહા આરતી અને બપોરે 12:15 કલાકથી ભોજન અને પ્રસાદ ભંડારાના આયોજન સાથે ભક્તિમય વાતાવરણના સથવારે સર્વગ્રાહી મફત સારવાર અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.