પુણા: અશ્વની કુમાર રોડ પર આવેલ મકાનમાં થયેલ લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો,પોલીસે આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કર્યો રિકવર
Puna, Surat | Jan 8, 2026 બે જાન્યુઆરીમાં રોજ અશ્વિની કુમાર રોડ પર આવેલ એક મકાનમાંથી લાખોની ઘરફોડ ચોરીની ઘટના બની હતી.કિરણ દુબે નામની મહિલા બપોરના બે વાગ્યા બાદ કામે ચાલી ગઈ હતી.જે બાદ અજાણ્યા ચોર ઈસમે ઘરને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.ઘરમાંથી રૂ.3.95 લાખની કિંમતના સોનાના ઘરેણા ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.જે અંગે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.દરમ્યાન ગુન્હામાં સંડોવાયેલા આરોપીને બુધવારે પોલીસે ઝડપી પાડી તમામ મુદ્દામાલ રીકવર કરી ગુનો ઉકેલ્યો હતો..