લોકસભા ચોમાસુ સત્ર 2026
માનનીય સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા વલસાડ–ડાંગ લોકસભા મતવિસ્તાર સહિત દેશના જનજાતિ વિસ્તારોની સમૃદ્ધ જ્ઞાન પરંપરા અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણને ધ્યાનમાં રાખીને ‘જ્ઞાન ભારતમ’ પહેલ અંગે સંસ્કૃતિ મંત્રીશ્રી સમક્ષ મહત્વપૂર્ણ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા.
પ્રશ્નોમાં ખાસ કરીને વલસાડ–ડાંગ લોકસભા મતવિસ્તારની ઢોડિયા,કોંકણા અને વારલી જેવી જનજાતિઓની મૌખિક તથા હસ્તપ્રત જ્ઞાન પરંપરાના દસ્તાવેજીકરણ, ડિજિટાઇઝેશન, સંરક્ષણ, સંશોધન અને AI આધારિત ઉપયોગ અંગે સરકારની યોજનાઓ વિશે માહિતી માંગવામાં આવી. આ પહેલનો હેતુ ભારતની અમૂલ્ય જ્ઞાન પરંપરાને વૈશ્વિક સ્તરે જાળવવાનો અને આગામી પેઢી સુધી પહોંચાડવાનો છે.
Valsad, Valsad | Jul 20, 2026