વઢવાણ: સાયલા ના ચોરવીરા ગામે ખાણ ખનિજ વિભાગના દરોડા ગેરકાયદેસર ખનન ઝડપાયું
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે સાયલા ના ચોરવીરા ગામની સીમમાં દરોડો કરી કર્બોસેલનું ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું હતું જેમાં કર્બોસેલના ગેકાયદેસર 9 કૂવા તેમજ 6 ટ્રેકટર, જનરેટર, ચરખી સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ એક જ જગ્યા પર ત્રીજી વાર ખાણ ખનિજ વિભાગે દરોડો કરી ગેરકાયદેસર ખનન ઝડપી પાડતા સ્થાનિક તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.