હાલોલ: હાલોલમાં પતંગના દોરાથી 1 કબુતર અને 1 બગલાનું મોત, અન્ય પક્ષીઓને ઈજાઓ થતા સારવાર અપાઈ
હાલોલમાં ઉતરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.બીજી તરફ આણંદ અને ઉત્સાહના તહેવારમાં પતંગના દોરાથી 1 કબૂતર અને 1 બગલાનું મોત થયું હતુ જ્યારે 10 જેટલા પક્ષીઓ ઘાયલ થતા હાલોલ નગરપાલિકાના ફાયર ટીમના જવાનો વાય.કે.પટેલ, જયેશ કોટવાલ, હસમુખભાઈ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશન ની ટીમ દ્વારા અન્ય પક્ષીઓનું રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવી હતી જેમાં 8 કબૂતર 1 કાળી કણસાર અને એક બગલાનો સમાવેશ થાય છે