મહુવા: જાધપર ગામે ભવ્ય યજ્ઞમાં ઉમટી ભક્તોની ભીડ, ચામુંડા મંદિર ચોરી કેસમાં પોલીસ સામે રોષ
આ પાવન પ્રસંગે ચામુંડા માતાના દર્શન માટે અંદાજે 15 હજારથી 20 હજાર જેટલા ભક્તો આસ્થા કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા અને ભાવભેર દર્શન કર્યા હતા. પરંતુ આ ભક્તિપૂર્ણ માહોલ વચ્ચે એક મહત્વનો મુદ્દો પણ સામે આવ્યો છે. લગભગ બે મહિના પહેલા ચામુંડા માતાના મંદિર ખાતે થયેલી ઘરેણાની ચોરી અંગે નોંધાયેલી એફઆઇઆર છતાં અત્યાર સુધી પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.