અંજાર: મથડામાં બે જુથ વચ્ચે અથડામણ, મોડી રાત સુધી એક બાજુ ફરિયાદ તો બીજી બાજુ સમાધાનના પ્રયાસ
Anjar, Kutch | Sep 16, 2025 અંજારના મથડા ગામે ગતરોજ સવારે અંદાજિત 11 વાગ્યાની આસપાસ જુની અદાવતમાં મામલો બિચકતા એક જ સમુદાયના બે જુથ વચ્ચે ધારીયા અને લાકડીઓથી ધીંગાણું થતાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં ત્રણ થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું, જો કે રાત્રી સુધી સમાધાન અને ફરિયાદોની તજવીજ ચાલતી રહી હતી.