મકરસંક્રાંતિના આગલા દિવસે પાટડીના મુખ્ય બજારોમાં ભારે રોનક જોવા મળી શહેર અને આસપાસના ગામડાંઓમાંથી લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટ્યા અવનવી ડિઝાઇનના પતંગો અને રંગબેરંગી માંઝાદાર દોરીઓ પર યુવાનો-બાળકોની લાંબી કતારો લાગી ચીકી, તલ-મમરાના લાડુ તથા અન્ય મીઠાઈઓની દુકાનો પર ધસારો રહ્યો બોર, શેરડી અને જામફળ જેવા ફળોનું પણ ભારે વેચાણ થયું ભીડને કારણે બજારમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ.