ચુડા: ચોમાસામાં સતત ભારે વરસાદના કારણે ધોવાણ થયેલા ચુડા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો ના રસ્તાઓ નુ રીપેરીંગ કામ કરવા રજૂઆત
તારીખ 6 નવેમ્બર અને સાંજે 4 કલાકે લીંબડી નાયબ કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા આવેલા રાષ્ટ્રીય નિર્માણ પાર્ટીના નેતા નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું ચુડા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં તમામ મુખ્ય માર્ગો નુ આ ચાલુ ચોમાસા દરમિયાન ધોવાણ થયુ છે. ચુડા થી રામદેવગઢ, ગોખરવાળા, છત્તરીયાળા, વેજલકા રાણપુર સાળંગપુર અને પાળીયાદ તરફ ના રસ્તાઓ તથા ચોકડી થી કોરડા અને કુડલા સહિતના ગામના માર્ગો બિસ્માર હાલતમાં છે રોડને નવો બનાવવા મા આવે એવી રજૂઆત કરી હતી