ભિલોડા: શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર 71 નંગ દારૂની પેટી પકડી – બે આરોપી ઝડપાયા.
અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસે વધુ એક મોટી કામગીરી અંજામ આપી છે.અણસોલ ચેકપોસ્ટ પર ચેકીંગ દરમિયાન લોખંડની ફ્રેમ તથા ખાખી પુંઠાની આડમાં છુપાવેલો દારૂ બહાર આવ્યો હતો.પોલીસે ટ્રકમાંથી કુલ 71 પેટી દારૂ ઝડપ્યો છે.આ કામગીરીમાં ₹26 લાખથી વધુનો દારૂ તથા કુલ ₹39 લાખ થી વધુ ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઘટનાસ્થળેથી બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.શામળાજી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.