જૂનાગઢ: તાલુકાના ખડિયા ગામે પોલિયો રાઉન્ડનો આરંભ
પલ્સ પોલીયો રાઉન્ડનો જૂનાગઢ જિલ્લા કક્ષાનો આરંભ આજરોજ જૂનાગઢ તાલુકાના પીએચસી ખડીયા ખાતેથી શુભારંભ થયો હતો.કલેકટર શ્રીઅનિલકુમાર રાણાવસીયા એ તેમની દીકરીને પોલિયો રસીના ટીપા પીવડાવીને ૦ થી ૫ વર્ષના બાળકોને રસીકરણ કરાવવા અનુરોધ પણ કર્યો હતો.પોલિયો રસીકરણ ઝુંબેશ હેઠળ જૂનાગઢ જિલ્લાના ૪૯૯ ગ્રામ્ય તથા ૭ નગરપાલિકા વિસ્તારોમાં કુલ ૧૨,૦૪,૬૯૨ ની વસ્તી આવરી લેવામાં આવશે.