હાલોલ: પાવાગઢ દર્શન કરવા આવેલા સુરતના કડોદરા ગામના વૃદ્ધ આધેડનું ગભરામણ થતા નીપજ્યુ મોત,પોલીસે એડી નોધી તપાસ હાથ ધરી
કડોદરા ગામની ગોકુલધામ સોસાયટીના વૈકુંઠભાઈ રાય પરિવારજનો સાથે તા.27 સપ્ટેમ્બર શનિવારના રોજ પાવાગઢ દર્શન કરવા આવ્યા હતા.માતાજીના દર્શન બાદ તેઓ ભદ્રકાળી મંદિરે જવા નીકળ્યા હતા,એ દરમ્યાન અચાનક વૈકુંઠભાઈને ગભરામણ થતા તેઓ ત્યા ઢળી પડ્યા હતા.તેમને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા,પરંતુ તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.પાવાગઢ પોલીસે શનિવારે મોડી રાત્રે એડી નોધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે