અંકલેશ્વર: ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત દાતાર નગરમાં પશુઓનું માસનું ગેરકાયદેસર રીતે કટિંગ કરી વેચાણ કરતા બે ખાટકીઓ પોલીસે ઝડપ્યા
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત દાતાર નગરમાં બે ઈસમો પશુનું માંસ કટિંગ કરી વેચાણ કરતા મળી આવ્યા હતા.પોલીસે બંને ઈસમો પાસે પશુ કટિંગ અંગે લાયસન્સ કે જરૂરી પુરાવા માંગતા તેઓએ નહીં હોવાનું જણાવ્યું હતું.પોલીસે સ્થળ પરથી 5.5 કિલો માંસ અને છરા તેમજ ચપ્પુ અને વજન કાંટો મળી 1900થી વધુના મુદ્દામાલ સાથે રફીક ફકીર મોહમંદ કુરેશી અને અબ્દુલ કાદિર રફીક ફકીર મોહમંદ કુરેશીને ઝડપી પાડ્યો હતો.