મહુવા: મહુવા નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નં. ૭ બિનહરીફ: કુસુમબા ગોહિલની જીત
મહુવા શહેરમાંથી મહત્વપૂર્ણ રાજકીય સમાચાર સામે આવ્યા છે. મહુવા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ નં. ૭ માં શ્રીમતી કુસુમબા રાજભા ગોહિલ બિનહરીફ ચૂંટાયા છે. તેઓ ભાજપ મહુવા શહેરના ઉપપ્રમુખ તરીકે પણ કાર્યરત છે. બિનહરીફ ચૂંટાતા જ તેમના સમર્થકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિવિધ સમાજના આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા