આજરોજ મહેસુલ રાજયમંત્રીશ્રી સંજયસિંહ મહિડાએ રૂ. ૨૨ કરોડના વિવિધ વિકાસકામો મહુધા ખાતે લોકાપર્ણ કરાવ્યા હતા. મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડાના અધ્યક્ષ સ્થાને મહુધા નગરપાલિકાના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, “સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રુ. ૭ કરોડના વિવિધ કામોના ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યા છે.