તળાજા: તળાજામાં ઈદ પર્વની શાનદાર ઉજવણી, મુસ્લિમ બિરાદરોમાં ખુશી અને ભાઈચારાનો માહોલ
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજે ઈદ પર્વની આનંદ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરની જૂની તાલુકા પંચાયત પાસે આવેલ સિપાહી જમાત ખાતે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. નમાજ અદા કર્યા બાદ લોકોએ એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર વિસ્તારમાં ખુશી, ઉત્સાહ અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સિપાહી જમાતના પ્રમુખ અયુબભાઈ મલિકે દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સારા આરોગ્યની