પ્રાગપર પોલીસે આપેલી વિગતો મુજબ, વવાર ગામની સીમમાં મંછાબાબા હોટેલની સામે હતભાગી અરવિંદસિંહ બાઈકથી જઈ રહ્યા હતા, ત્યારે ઓવરટેક કરતી વેળાએ પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટ્રેઈલરે તેને હડફેટે લીધા હતા, જેમાં આ યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે તાત્કાલિક અંજાર સીએચસી ખાતે ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો. આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.