ખેડબ્રહ્મા: શહેરની કૃષિ પોલિટેકનિક કોલેજ નજીક કાર ચાલકે બાઈકને ટક્કર મારતા મહિલાનું મોત નીપજ્યું..!
11 સપ્ટેમ્બર ના રોજ રાત્રીના 10 વાગ્યા ની આસપાસ ખેડબ્રહ્મા શહેરના હાઇવે રોડ પર થી પૂરપાટ ઝડપે કાર લઇ ને પસાર થતા ચાલકે કૃષિ પોલિટેકનિક કોલેજ નજીક બાઈકને પાછળથી ટક્કર મારી ફંગોળી નાખતા પોશીના તાલુકાના ગણેર ગામની મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે પતિ સહિત બાળકોને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ખેડબ્રહ્મા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.