ભાભર: વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે રાજ્ય મંત્રી પદ ના શપથ લીધા શ્રમ અને રોજગાર / ગ્રામ વિકાસ ખાતું મળ્યું
ભાભર વાવ સુઇગામ વિસ્તારના લોકોને આજે ગૌરવની લાગણી અનુભવી છે, કારણ કે વાવ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને ગુજરાત રાજ્ય મંત્રીમંડળમાં મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. તેમને શ્રમ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ ખાતાની જવાબદારી મળી છે સ્વરૂપજી ઠાકોરના મંત્રીપદ પર નિમણૂક થતાંજ સમગ્ર ભાભર સુઇગામ વાવ તાલુકાઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ખાસ કરીને બિયોક ગામ તથા સ્વરૂપજી ઠાકોરના વતન ખાતે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી